દરેક કાર માં પેટ્રોલ ભરાવવાની ટાંકી એકજ સાઈડ હોય એવું જરૂરી નથી. કાર ના મોડેલ અને ડિજાઇન મુજબ કર ની ટાંકી ડાબે કે જમણે રાખવામાં આવેલી હોય છે.
હવે ગાડી ડ્રાઈવ કરતા કેવી રીતે જાણવું કે પેટ્રોલ ભરવાની ટાંકી ડાબે આવેલી છે કે જમણી??

ઘણા ખરા ધુરંધર ડ્રાઈવર કાર ના સાઈડ મિરર માં જોઈ ને અંદાજો લગાવી લેતા હોય છે કે કાર પેટ્રોલ પમ્પ પર કઈ સાઈડ પાર્ક કરવી.ખરેખર બૌ અઘરું આતો.. ઘણા ડ્રાઈવર નથી જાણતા કે આ માહિતી તમારી ગાડી ના ડેશબોર્ડ પર હોય જ છે..
જો તમે તમારા કાર નું યુસર મેનુઅલ વાંચ્યું હોય તો તમને જરૂર થી ખબર હોય.. પણ આ ઝડપી જમાના માં આપણે આ બધા મેનુઅલ થી પરે રહીયે છીએ.
દરેક ડેશબોર્ડ પર એક નાનકડી પેટ્રલ પંપ ની આકૃતિ હોય છે અને તેની ડાબી કે જમણી સાઈડ એક આડુ ત્રિકોણ દોરેલો હોય છે..
જો આ ત્રિકોણ ડાબી બાજુ પોઇન્ટ કરતુ હોય તો એનો મતલબ છે પેટ્રોલ ની ટાંકી ડાબી બાજુ છે અને એજ રીતે જો જમણી બાજુ હોય તો તમારી કાર ફ્યુઅલ પમ્પ ની જમણી સાઈડ પાર્ક કરવી (ઉપર નું ચિત્ર દર્શાવે છે કે આ કાર માં ટાંકી જમણી બાજુ છે)..
ઘણી વાર આપણે અલગ અલગ કાર માં મુસાફરી કરતા હોય છે. તો હવે પેટ્રોલ પમ્પ પર તમે કન્ફુઝ નઈ થાઓ.. ખરું ને
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો