ગુરુવાર, 25 નવેમ્બર, 2021

હાથી કુદકા ભરી શકે ખરા??

આ કેવો સવાલ?? હાથી ને કુદકા કેમ મારવા પડે?? પણ જો આપણે આ પ્રશ્નનો ખરો જવાબ શોધીયે 

તો જવાબ છે ના.!!

હાથી ભાઈ કુદકા મારી શકતા નથી. એનું પહેલું સીધું અને સરળ કારણ એ છે કે હાથી ભાઈ ના વજન ના લીધે આ લગભગ-લગભગ અશક્ય બની જાય છે. 

અને બીજું કારણ કે હાથી ભાઈ ને  ને કુદકા મારવાની જરૂરત પડતી નથી. એનો મતલબ એ કે  જે પ્રાણી કુદકા મારતા હોય છે તે બીજા શિકારી પ્રાણી થી બચવા જ મારતા હશે.. 

પણ હાથી ભાઈ ને તો એની જરૂરતજ નથી કારણકે એમના વિશાળકાય શરીર થી તો જંગલ ના રાજા સિંહ પણ બચતા ફરે છે. 

અને હાથી ભાઈ એક સંયુત કુટુંબ માં માનનારા હોય છે. એટલે આવા કદાવર વ્યક્તિત્વ ના ટોળાં સામે કોઈ હુમલો કરવાનું કદાચજ વિચારશે..

આજ કારણોસર કહેવામાં તો એમ પણ આવે છે કે હાથી ભાઈ ઝડપ થી ચાલે છે પણ દોડી નથી શકતા… 


બુધવાર, 17 જાન્યુઆરી, 2018

એલ. પી. જી. - Reason Behind the odor of LPG

તમે જાણો છો, કે આપણા ઘર માં જે ગેસ નો બોટલ વાપરીએ છે એમાં જે ગેસ હોય છે એ કેમ આટલો ગંધાય છે??

ખરેખર તો એલ પી જી એ ગંધ રહિત ગેસ છે. એમાં કોઈ પણ જાત ની વાસ હોતી નથી તો આ ગેસ ગંધવાનું કારણ શું??

એલ પી જી એ પ્રોપેન અને બ્યુટેન બે વાયુ ના મિશ્રણ થી બને છે.. આ બંને વાયુ ગંધ રહિત હોય છે. આ વાયુ માં ઇથાઇલ મરકેપ્ટન નામ નો વાયુ ઉમેરવામાં આવે છે જેમાં ખુબજ વાસ હોય છે.

જેથી કરીને જો ઘરમાં કોઈ વાર ગેસ લીક થાય તો તેના પર સત્વરે પગલાં ભરી ને મોટા અકસમાત થી બચી શકાય છે.

તો આ ઇથાઇલ મરકેપ્ટન વાયુ ને સ્પેશિયલ આભાર આપવો તો બને જ છે...

ઇમેજ કર્ટસી

મંગળવાર, 16 જાન્યુઆરી, 2018

ઘડિયાળ ના કાંટા - Length of Clock Hands


નમસ્તે દોસ્તો,

આજ હું ફરી એક નવા વિષય સાથે તમારી સામે રજુ થયો છું.

તમે જાણો છો કે ઘડિયાળ ના કાંટા એક બીજા થી સાઈઝ માં અલગ અલગ કેમ હોય છે.

ચાલો આજે જાણીયા ઘડિયાળ ના કાંટા વિષે..


સેકન્ડ, મિનિટ અને કલાક ના કાંટા ની સાઈઝ અલગ અલગ હોવાનું પ્રથમ અને મહત્વ નું કારણ એ છે કે આપણે બધા કાંટા ને સરળતા થી ઓળખી શકાય.. જો બધા કાંટા એક સરખા હોત તો સમય જાણવો ખુબજ અઘરો બની જાત.. ખરું ને....

હવે એ જાણીયે કે મિનિટ કાંટો કલાક કાંટા થી મોટો કેમ હોય છે.
એનું લોજિકલ કારણ એ છે કે સમય જાણવા કલાક નો કાંટો કોઈ ચોક્કસ આંકડા ની સામે હોવો જરૂરી નથી. જો કલાક નો કાંટો ૨ અને ૩ વચ્ચે હોય તો પણ આપણે જાણી શકીયે છે કે ૨ વાગ્યા ઉપર કૈક મિનિટ થઇ હશે.. જયારે મિનિટ કાંટો ચોક્કસ મિનિટ ને દર્શાવે છે તેથી તેને કોઈ ચોક્કસ આંકડા ને દર્શાવતો હોય તે જરૂરી છે તેથી તેની લંબાઈ થોડી વધારે હોય છે.
ઇમેજ કર્ટસી

બીજું કારણ એ છે કે જયારે તમે કોઈ વોલ ક્લોક ને સેટ કરતા હોય ત્યારે તમારે મિનિટ કાંટો ફેરવવાનો હોય છે અને કલાક કાંટો તેની હિસાબે મિનિટ કાંટા ને ફોલો કરતો હોય છે.. જો હવે મિનિટ કાંટો નાનો હોય તો એ કલાક કાંટા પાછળ સંતાઈ જાય અને તમે ટાઈમ સેટ ના કરી શકો..

તો જાણ્યું ને તમે આ ઘડિયાળ ના કાંટા નાના મોટા હોવા નું કારણ..

ગુરુવાર, 4 જાન્યુઆરી, 2018

ગાડી માં પેટ્રોલ કઈ તરફ થી ભરાવવું?? - Which side is your fuel Tank??

દરેક કાર માં પેટ્રોલ ભરાવવાની ટાંકી એકજ સાઈડ હોય એવું જરૂરી નથી. કાર ના મોડેલ અને ડિજાઇન મુજબ કર ની ટાંકી ડાબે કે જમણે રાખવામાં આવેલી હોય છે. 

હવે ગાડી ડ્રાઈવ કરતા કેવી રીતે જાણવું કે પેટ્રોલ ભરવાની ટાંકી ડાબે આવેલી છે કે જમણી??


ઘણા ખરા ધુરંધર ડ્રાઈવર કાર ના સાઈડ મિરર માં જોઈ ને અંદાજો લગાવી લેતા હોય છે કે કાર પેટ્રોલ પમ્પ પર કઈ સાઈડ પાર્ક કરવી.ખરેખર બૌ અઘરું આતો.. ઘણા ડ્રાઈવર નથી જાણતા કે આ માહિતી તમારી ગાડી ના ડેશબોર્ડ પર હોય જ છે..


જો તમે તમારા કાર નું યુસર મેનુઅલ વાંચ્યું હોય તો તમને જરૂર થી ખબર હોય.. પણ આ ઝડપી જમાના માં આપણે આ બધા મેનુઅલ થી પરે રહીયે છીએ.
દરેક ડેશબોર્ડ પર એક નાનકડી પેટ્રલ પંપ ની આકૃતિ હોય છે અને તેની ડાબી કે જમણી સાઈડ એક આડુ ત્રિકોણ દોરેલો હોય છે.. 

જો આ ત્રિકોણ ડાબી બાજુ પોઇન્ટ કરતુ  હોય તો એનો મતલબ છે પેટ્રોલ ની ટાંકી ડાબી બાજુ છે અને એજ રીતે જો જમણી બાજુ હોય તો તમારી કાર ફ્યુઅલ પમ્પ ની જમણી સાઈડ પાર્ક કરવી (ઉપર નું ચિત્ર દર્શાવે છે કે આ કાર માં ટાંકી જમણી બાજુ છે)..

ઘણી વાર આપણે અલગ અલગ કાર માં મુસાફરી કરતા હોય છે.  તો હવે પેટ્રોલ પમ્પ પર તમે કન્ફુઝ નઈ થાઓ.. ખરું ને

ગુરુવાર, 28 ડિસેમ્બર, 2017

બેંગ્લુરુ નો નવો લોગો - New Logo Launched for Bangoluru City

આપણે ઘણી ખરી જાહેરાતો જોયી હશે; અવનવી પ્રોડક્ટ ની, કંપની ની વગેરે વગેરે.. અને તેમના નવા નવા લોગો પણ..

તમે જાણો છો કે દુનિયામાં એવા જૂજ શહેરો છે જે પોતાના લોગો થી જાણીતા છે જેમ કે ન્યુ યોર્ક, સિંગાપોર અને મેલબોર્ન વગેરે વગેરે...

આવીજ રીતે આપણા દેશ ભારતનું સૌ પ્રથમ શહેર જે પોતાનો આગવો લોગો ધરાવે છે તે છે બેંગ્લુરુ..



આ લોગો માં "BE" અને "U" અલગ લાલ કલર માં દર્શાવવા માં આવ્યા છે જેનો મતલબ થાય છે તમે જેવા છો તેવા રહો("BE U").

આ લોગો "Nammur, a Design Start-up" નામક કંપની દ્વારા ડિજાઇન કરવામાં આવ્યો છે.. આ લોગો બનાવવા બદલ તે કંપની ને ૫ લાખ નું રોકડ ઇનામ, કર્ણાટક ટુરીસમ દ્વારા  એનાયત કરવાંમાં આવ્યું હતું.

બુધવાર, 27 ડિસેમ્બર, 2017

છુક છુક ગાડી.. - X sign behind the Indian Train

છુક છુક ગાડી..

મજાનુ રમકડુ.. નાના મોટા બધાને ગમે તેવું.. કોઈ પણ વ્યક્તિ એવું નઈ હોય કે જેને એક વાર આ કદાવર વાહન માં સવારી નઈ કરી હોય.....

તમે જાણોછો કે આ છુક છુક ગાડી મા પણ ઘણા રહસ્યમય સંકેતો હોય છે.. તેમા નો એક છે X સાઇન.
હ​વે તમે વિચારસો કે આવો X નિસાન ક્યા હોય છુક છુક ગાડી મા... હા ટ્રેન ના સૌથી છેલ્લા ડબ્બા પર આવી નિશાની કરેલી હોય છે..

આવો જાણીયે કે આ X સાઈન નું શું મહત્વ છે..

આ સાઈન દર્શાવે છે કે આ છુક છુક ગાડી નો અંતિમ ડબ્બો છે. અને આ ડબ્બા પછી કોઈ ડબ્બો લગાવવામાં આવશે નહિ. જો કોઈ ટ્રેન માં છેલ્લા ડબ્બા માં આ સાઈન ના હોય તો એનો મતલબ થાય કે આ ટ્રેન એના છેલ્લા ડબ્બા થી છૂટી પડેલી છે અને  સ્ટેશન માસ્ટર એ ટ્રેક પર આવતી બધી ટ્રેન ને માહિતી મોકલી આપે છે.

આ સાઈન રાત્રે દેખી શકાય તેવી હોતી નથી.. તો રાત્રે કેવી રીતે ખબર પડે કે આ ટ્રેન માં બધા ડબ્બા સહી સલામત છે??

તેના માટે તે X સાઈન નીચે લાલ લાઈટ હોય છે જે રાત દરમિયાન સ્ટેશન માસ્ટર ને પૂરતી માહિતી પુરી પડે છે

જો આ X કે લાલ લાઈટ ટ્રેન પાછળ ના હોય તો સ્ટેશન માસ્ટર તેના પાર સત્વરે પગલાં ભરી કોઈ મોટો અકસ્માત થતો અટકાવી શકે છે..

સોમવાર, 11 માર્ચ, 2013

વેફર પેકેટ માં હવા કેમ ભરેલી હોય છે???

નમસ્તે મિત્રો,
ઘણા દિવસ પછી ફરી એક ટોપિક સાથે હાજર થયોછું.

કાલે મેં મારા ફેસબુક પર એક ઈમેજ જોયી. જેમાં લખેલું હતું કે, કોણ કહે છે કે હવા ફ્રી માં મળે છે. લેઝ નું એક ૧૦ નું પેકેટ ખરીદો અને ૭ ની હવા અને ૩ ના વેફર મેળવો.

પણ આ વેફર ના પેકેટ માં  હવા પાછળ કોઈ કારણ હોય ખરું??????
જવાબ છે હા.. એ હવા માં મુખ્યત્વે નાઈટ્રોજન વાયુ ભરવામાં આવે છે. જેના લીધે વેફર કુર્કુરી રહે છે અને એમાં ઓક્ષિજન ના અભાવ ના કારણે કોઈ બેક્ટેરિયા કે ફૂગ લગતી નથી.

બીજી મહત્વની વાત એ છે કે વેફર પેકેટ માં હવા હોવા ના કારણે પેકેટ ના વહન દરમ્યાન વેફર તૂટી ને ભૂકો થઇ જતા બચે છે.

નોંધ : વેફર કંપની પેકેટ માં ૧૦ રૂપિયા ના ભાવેજ વેફર ભરે છે અને હવા ફ્રીમાં આપે છે :) :).

સોમવાર, 22 ઑક્ટોબર, 2012

એફ(F) અને જે(J) કી...

મિત્રો આજના આ આધુનિક યુગ માં કમ્યુટર દરેક એક જરૂરી સાધન થઇ ગયું છે.
સ્કુલ, કોલેજ કે ઓફીસ, ગમે ત્યાં જાઓ કમ્પ્યુટર ના દર્શન થવા તો હવે આવશ્યક થઇ ગયા છે.

મિત્રો તમને ખબર છે કે તમારા કમ્પ્યુટર ના કી બોર્ડ પર જે એફ(F) અને જે(J) કી આપેલી છે એના પર એક નાની લાઈન ઉપસેલી હોય છે તે શેના માટે હોય છે???

જવાબ ખુબ સહેલો છે.

કારણ કે જયારે તને કમ્યુટર માં ટાઇપ કરતી વખતે કી બોર્ડ સામે જોયા વગર તમારા હાથ ની પોજીસન કીબોર્ડ પર રાખી સકો. તમે એ ઉપસેલી લાઈન પર આંગળી ફેરવી જાણી શકો છે કે તમારી ડાબા હાથ ની તર્જની આંગળી એફ(F) અને જમણા હાથની ની તર્જની આંગળી જે(J) કી પર છે. અને તમને કી બોર્ડ પર જોયા વગર ટાઇપ કરવામાં મદદ મળે છે.

આજ રીતે કી બોર્ડ ના નંબર પેડ પર પણ ૫(5) નંબર પર એ ઉપસેલી લાઈન જોવા મળે છે.

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

A, B, C, D......

મિત્રો,
તમને એવું કોઈ વાક્ય ખબર છે  જેમાં એ, બી, સી, ડી ના બધાજ અક્ષરો નો ઉપયોગ થયોલો છે.

The quick brown fox jumps over the lazy dog.

આ વાક્ય લોકો ટાઇપ રાઇટર ની બધી કી બરાબર કામ કરે છે કે નહિ ઈ તપાસવા માટે થતો હતો. આ ઉપરાંત આ વાક્ય માં એ બી સી ડી ના બધાજ અક્ષરો નો ઉપયોગ થતો હોવાથી આ વાક્ય ટાઈપીંગ પ્રેક્ટીસ માટે પણ ખુબ વપરાય છે.

જાણવા જેવું:
જો આપ માઈક્રો સોફ્ટ વર્ડના ૨૦૦૭ થી જુના વર્સન માં =rand() લખીને એન્ટર મારસો તો આ વાક્ય આપોઆપ તમારી વર્ડ ફાઈલ માં  લખાઈ જશે. અને ૨૦૦૭ થી પછી ના કોઈ પણ માઈક્રોસોફ્ટ વર્ડ માં જો =rand.old() લખી એન્ટર મારસો તો આ વાક્ય આપની વર્ડ ફાઈલ માં છપાઈ જશે.

મારી પહેલી પોસ્ટ.....

નમસ્તે દોસ્તો..

પહેલા મારો થોડો પરિચય આપી દઉં.
મારું નામ કિરણકુમાર છે.. હું વ્યવસાયે કમ્પ્યુટર ઇજનેર છું.. હાલ દુબઈ સ્થિત એક કંપની માં જોબ કરું છું..
મને બ્લોગીંગ કરવાનો ખુબજ શોખ છે.. આજ વિચાર આવ્યો કે ગુજરાતી ભાષા માં કોઈ એવો બ્લોગ જે જ્ઞાન અને ગમ્મત બંને કરાવે એવો કોઈ બ્લોગ બનાવવો જોઈએ.. અને પરિણામ સ્વરૂપે આપ બ્લોગ બનવ્યો છે..

આશા રાખું કે આ બ્લોગ પર એવી પોસ્ટ સેર કરી શકું કે જે આપણા જીવન માં ઉપયોગી નીવડે..
આપ આપણા મંતવ્યો અને પ્રતિભાવે મને મારા ઈ મેલ(kirankumar.roy@gmail.com) પર મોકલી શકો છો..

--
કિરણકુમાર રોય
kirankumar.roy@gmail.com